
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં BLO દ્વારા ઘરે ઘરે ફોર્મ વિતરણ કામગીરી ઝડપથી ચાલુ – નાગરિકોને સહયોગની અપીલ
અરવલ્લી જિલ્લાના AC 31- મોડાસા અને 32- બાયડ માં sir અંતર્ગત મતદાર નોંધણી માટે enumeration ફોર્મ નું વિતરણ શરુ કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત હાઉસ ટુ હાઉસ મતદારયાદી સુધારણા કામગીરી ૪ નવેમ્બર ૨૦૨૫થી સફળતાપૂર્વક ચાલુ છે. તા. ૪/૧૧/૨૦૨૫થી ૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરી રહ્યા છે. મતદારોએ આ ફોર્મમાં વિગતો ભરીને BLOને જમા કરાવવાનું રહેશે.પરત મળેલ ફોર્મની મુસદ્દા મતદારયાદી તા. ૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થશે, જ્યારે પરત ન મળેલ ફોર્મની અલગ યાદી લગાવવામાં આવશે. ચકાસણી, સુનાવણી તથા આધાર પુરાવા પછી આખરી મતદારયાદી તા. ૭/૧/૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરાશે.જિલ્લાના નાગરિકોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા તથા ખોટી માહિતીથી દૂર રહેવા જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરવામાં આવે છે.





