ચુડા લીંબડી રોડ પર ગોખરવાળાના પાટીયા પાસે લકઝરી બસ પશુ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો.

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા લીંબડી રોડ પર આવેલા ગોખરવાળા પાટીયા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આ અકસ્માતમાં આઠથી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતનું કારણ એક ખાનગી મીની ટ્રાવેલ બસનું રોડ પર અચાનક આવી ગયેલા એક પશુ સાથે અથડાવું હતું મીની ટ્રાવેલ બસ પશુ સાથે અથડાયા બાદ રોડ પર અકસ્માતગ્રસ્ત થઈ હતી અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરીમાં જોડાયા હતા આ ધડાકાભેર ટક્કરના કારણે મીની ટ્રાવેલ બસમાં મુસાફરી કરી રહેલા અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત થયેલા આઠથી વધુ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી હાલ તમામ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઘટનાની ગંભીરતા જોતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે સૌપ્રથમ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થામાં મદદ કરી હતી અને ત્યારબાદ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી પોલીસે બસના ડ્રાઇવર અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે.




