GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા પંચાયત અને કોમ્યુનિટી હોલમાં રાષ્ટ્રીયગીત“વંદે માતરમ્ ”ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઇ.

 

તારીખ ૦૭/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

રાષ્ટ્રીયગીત “વંદે માતરમ્ ” ની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે શ્રી બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખાયેલ આ ઐતિહાસિક ગીત સૌપ્રથમ ૧૮૯૬ માં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે ગાયું હતું.સૌ કોઈ સાથે મળીને રાષ્ટ્રીય ગીતને એક સ્વર માં ગુંજાયમાન કરી તેમજ આત્મ નિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ધર સ્વદેશી ની પ્રતિજ્ઞા લીધી. કાલોલ નગર પાલિકા ના કોમ્યુનિટી હોલમાં તેમજ કાલોલ તાલુકા પંચાયત ના સભા ગૃહ માં કાર્યક્રમ યોજાયો તેમાં સાંસદ રાજપાલસિંહ તેમજ મંડળના પ્રમુખ,મહામંત્રીઓ મહાનુભાવો અને તાલુકા પંચાયત સદસ્ય તેમજ સર્વ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આજે આપણાં ગૌરવશાળી રાષ્ટ્રગીત વંદે માતરમ્ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે, કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે ‘વંદે માતરમ્’ ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કર્યું અને ભારતને સંપૂર્ણ આત્મનિર્ભર બનાવવા સ્વદેશીના શપથ માં નગર પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, તાલુકા ભાજપ માજી પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહીલ, કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને પાલિકાના ચીફ ઓફિસર મિલાપ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શીતલ સુથાર, તાલુકા પંચાયત સદસ્ય જીલ્લા ના સહ ઈનચાર્જ શેફાલીબેન નગર પાલિકા ના સૌ સભ્યો તથા સંગઠનના સૌ હોદ્દેદારો તથા શક્તિ કેન્દ્રના પ્રમુખો હાજર રહ્યા.આ રાષ્ટ્રગીત આપણને રાષ્ટ્રભાવનાના ગૌરવની અનુભૂતિ કરાવે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પ સાથે જોડે છે.

Back to top button
error: Content is protected !!