AHAVADANGGUJARAT

ડાંગ કોંગ્રેસ સમિતિ દ્વારા પાક નુકસાની બદલ વિશેષ રાહત પેકેજ અને ખેડૂતોનાં દેવા માફ કરવાની માંગ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગુજરાતભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતોનાં ખરીફ પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સર્વે કરીને ખેડૂતોને વિશેષ રાહત પેકેજ આપવા અને તમામ દેવા માફ કરવાની માંગણી કરી છે.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેલભાઈ ઠાકરે, માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત, માજી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, દીપકભાઈ પીંપળે, સૂર્યકાંતભાઈ ગાવીત, ધનસરામભાઈ ભોયે, સુભાષભાઈ વાઘ સહિતના કાર્યકરોની હાજરીમાં કલેક્ટરને આ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતુ.ડાંગ કોંગ્રેસ સમિતિએ ‘જય કિસાન’ના નારા સાથે રજૂઆત કરી હતી કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના વરઈ, મગફળી, ડાંગર, નાગલી, અડદ, મગ અને લીલા શાકભાજી સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થયુ છે.ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ડાંગ કોંગ્રેસ સમિતિએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 7 સીઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતો માટે રાહત પેકેજની માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં જાહેરાતની રકમના 30 થી 35% રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનો સર્વે કરીને ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવામાં આવે,કેન્દ્રમાં UPA સરકારે જે રીતે ખેડૂતોના ₹78,000 કરોડના દેવા માફ કર્યા હતા, તે જ રીતે ગુજરાતના ખેડૂતોના પાક ધિરાણ સહિતના તમામ દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે,પાક વિમા યોજના ફરી શરૂ કરવી: વર્ષ 2020થી બંધ પડેલી સરકારી પાકવિમા કંપનીઓ આધારિત પાકવિમા યોજના ગુજરાતમાં તાત્કાલિક ચાલુ કરવામાં આવે,કમોસમી વરસાદના કારણે પાકોમાં (વરઈ, મગફળી, ડાંગર, નાગલી, અડદ, મગ) ભેજનું પ્રમાણ વધારે હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરીને ભેજ યુક્ત પાકોની પણ ખરીદી કરવામાં આવે, શિયાળુ પાકની સિઝન માટે અત્યારથી જ વર્તાઈ રહેલી રાસાયણિક ખાતરની અછત દૂર કરી, ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર અને બિયારણ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક આ બાબતે ગંભીરતાથી વિચારણા કરીને ખેડૂતોને રાહત આપવી જોઈએ..

Back to top button
error: Content is protected !!