
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૭ નવેમ્બર : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, કચ્છ અને આઈ.ટી.આઈ, ભુજના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ નવેમ્બરના સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. ભુજ, લેવા પટેલ હોસ્પિટલ પાછળ, ભુજ ખાતે એપ્રેન્ટિસ તથા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતીમેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો ભાગ લઈ શકે છે. જેમાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતા ઉપસ્થિત રહેશે. આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો અને બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવું તેવુ રોજગાર અધિકારીશ્રી ભુજની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.



