ARAVALLIBHILODAGUJARATMODASA

આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજય સ્વ.નૃસિંહભાઈ ભાવસારની 31મી પુણ્યતિથિ ની ઉજવણી 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજય સ્વ.નૃસિંહભાઈ ભાવસારની 31મી પુણ્યતિથિ ની ઉજવણી

આદિવાસી સેવા સમિતિ શામળાજીના આદ્ય સ્થાપક પૂજય સ્વ.નૃસિંહભાઈ ભાવસારની 31મી પુણ્યતિથિ આજરોજ સર્વોદય આશ્રમ ખાતે સંસ્થાના સંચાલક  સોનજીભાઈ બારીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ, સંસ્થાના ટ્રસ્ટીઓ, સલાહકારઓ, સૌ કર્મચારીઓ એ સ્વ.નૃસિંહભાઈ ભાવસારની સમાધિસ્થાને શ્રદ્ધા સુમન અર્પણ કરી પ્રાર્થના સભામાં સૌ એકત્રિત થઈ સર્વ ધર્મ પ્રાર્થના, ભજન, ધૂન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, ટ્રસ્ટી રાજાભાઈ પાંડોરે નૃસિંહભાઈ ભાવસારના વિચારો અને આદિવાસી સમાજ માટે તેમને કરેલા કાર્યોને તેમણે વર્ણવ્યા હતા, કુંડોલ હાઈસ્કૂલના આચાર્ય કમલેશભાઈ પટેલે સ્વ. નૃસિંહભાઇ ભાવસારના કેળવણી અંગેના વિચારો, સંસ્થાના સર્વાંગી વિકાસ માટે કરેલા કાર્યોને વર્ણવી તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવાની ખેવના વ્યક્ત કરી હતી, ટ્રસ્ટી વિદ્યાસાગરભાઈ નીનામાએ પૂજ્ય નૃસિંહભાઈ ના વિચારો તેમના કાર્યોને યાદ કર્યા હતા, સંસ્થા ના સંચાલક સોનજીભાઈ બારીયાએ પૂજ્ય મોટાભાઈ સાથે કરેલા કામોને, તેમજ મોટાભાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ સંસ્થાના અવિરત વિકાસમાં કરેલા કાર્યોને વર્ણવ્યા હતા, તેમજ પૂજ્ય મોટાભાઈના જીવનમાંથી પ્રેરણા મેળવી સૌ કર્મચારીઓને નિષ્ઠા,પ્રમાણિકતા, સંસ્થાને વફાદાર, સંસ્થાના સર્વાંગી વિકાસમાં સૌ કામ કરે તો જ પૂજ્ય મોટાભાઈને આપેલી શ્રદ્ધાંજલિ સાર્થક કહી શકાય એવી ખેવના ના વ્યક્ત કરી હતી, સમગ્ર કાર્યક્રમમાં આયોજનમાં સુનિલભાઈ ગામેતી, સંસ્કાર કુમાર છાત્રાલયના ગૃહપતિ ઓ સરસ વ્યવસ્થા પૂરી પાડી હતી, સંસ્થાના વિવિધ વિભાગોમાંથી સૌ વિભાગીય વડાઓ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!