ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : પ્રોપર્ટી કાર્ડ માટે અરજદારનો સરકારી બાબુઓ પર આક્રોશ,10 માસ થી કરેલ અરજીને કોઈ પણ સાંભળવા તૈયાર નથી :-માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાઈટીના બિનખેતી પ્લોટોના પ્રોપર્ટી કાર્ડ માટે આપી હતી અરજી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : પ્રોપર્ટી કાર્ડ માટે અરજદારનો સરકારી બાબુઓ પર આક્રોશ,10 માસ થી કરેલ અરજીને કોઈ પણ સાંભળવા તૈયાર નથી :-માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાઈટીના બિનખેતી પ્લોટોના પ્રોપર્ટી કાર્ડ માટે આપી હતી અરજી

“પ્રજાનું શાસન કહેવાય છે પણ જ્યારે સામાન્ય નાગરિકને પોતાના અધિકાર માટે દરવાજા પર દરવાજા ખખડાવવા પડે ત્યારે પ્રશ્ન ઊઠે છે કે શું તંત્ર ખરેખર જાગૃત છે કે ફક્ત કાગળ પર પૂરતું…?”વાત છે મોડાસાના ઓમનગર સોસાઈટીના અરજદારની….અરજદારે છેલ્લા 10 માસથી DILR અને સિટી સર્વેની કચેરી ખાતે માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાઈટીના બિનખેતી પ્લોટોના પ્રોપર્ટી કાર્ડ માટે અરજી આપ્યા બાદ પણ આજ સુધી સરકારી ઓફિસો પર ધક્કા ખાઇ રહ્યા છે પણ કામ ન થતા અરજદારે પોતાની વેદના ન્યૂઝ કેમેરા સામે વ્યક્ત કરીને સરકારી બાબુઓ પર આક્રોશ વ્યકત કરતા જણાવ્યું કે કોઈ અધિકારી ચોક્કસ જવાબ આપતું નથી.એવું લાગે છે કે સરકારી બાબુઓને પ્રજાની પીડા કરતાં પેપર વેટમાં વધુ રસ છે. 10 માસ થી કરેલ અરજીને કોઈ પણ સાંભળવા તૈયાર નથી.” ત્યારે સરકારી બાબુઓને માત્ર એ.સી ઓફિસમાં બેસીને કામમાં નહીં પણ માત્ર પેપર વેટ માં જ રસ હોય તેવો આક્ષેપ કર્યો છે.”અરજદારની આ વેદનાનો મતલબ સ્પષ્ટ છે – જ્યાં લોકોને અરજીઓને ન્યાય આપવાની જરૂર હોય ત્યારે કોઈ કારણોસરના અભાવે કામ અટકવાનું દૈનિક બની ગયું છે. ચિંતાની વાત એ છે કે ડિજિટલ ઈન્ડિયા અને પેપરલેસ વ્યવસ્થાની વાતો તો થાય છે, પણ જમીન પર હાલત હજુ પણ પેપર વેટે અટકેલી લાગે છે.” તેવું મોડાસાના ઓમનગર સોસાઈટીના અરજદારે આક્ષેપ સાથે પોતાની વેદના વ્યક્ત કરી હતી અને સરકારી બાબુઓને અરજદારના ધક્કા ખાવા પર મજબૂર ન કરતા કામને પ્રાધાન્ય આપીને પૂર્ણ કરવા જણાવ્યું હતું.

 

 

Back to top button
error: Content is protected !!