GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નેત્રમ ટીમે મુસાફરનું રૂપિયા 83 હજાર ભરેલું પર્સ શોધી આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના માર્ગદર્શન હેઠળ તથા નેત્રમ ટીમના પીએસઆઇ ડી. એલ ઝેઝરીયા નાઓની સુચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જાહેર જનતાની કોઇ કિંમતી ચીજ વસ્તુ જેવી કે, સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા,પર્સ વિગેર ખોવાઇ કે ગુમ થઈ જાય ત્યારે “નેત્રમ” સુરેન્દ્રનગરના સીસીટીવીની મદદથી વેરીફાઇ કરી મુળ માલીકને પરત કરવા સુચના થયેલ જેથી આ કામના અરજદાર વિજયભાઇ સોમનાથભાઇ જોશી રહે, ખારવા વઢવાણ વાળાના પત્નિ અરૂણાબેન ખરીદી કરવા સુરેન્દ્રનગર શહેરમાં આવેલા હોય અને જવાહર ચોક થી રીક્ષામાં બેસી એસ.ટી.બસ સ્ટેન્ડ જતા હોય તે અરસામાં આશરે દોઢ તોલાની કી.રૂ.૮૦,૦૦૦ ની સોનાની બુટ્ટી તથા રોકડ રૂ.૩૦૦૦ એમ કુલ રૂ.૮૩,૦૦૦ નો કીંમતી સામાન ભરેલ પર્સ રિક્ષામાં ભુલી ગયેલ હોય જે બાબતની અત્રે “નેત્રમ” ખાતે જાણ થતા અત્રેના સીસીટીવી કેમેરાનાની મદદથી અરજદાર ક્યાં વાહનમાં બેસેલ તે વાહન નં-GJ-23-AV-0012 વાળાને વેરીફાઇ કરી વાહન માલિકનો સંપર્ક કરી મુળ માલીક વિજયભાઇ સોમનાથભાઇ જોશીને તેઓનો કીંમતી સામાન પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

Back to top button
error: Content is protected !!