વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કરી સ્વદેશી અપનાવવા સ્પથ લેવડાવી..

વાત્સલ્યમ સમાચાર
વલસાડ
વલસાડ જિલ્લા કલેકટર કચેરી સહિત વિવિધ કચેરીના કર્મયોગીઓએ “વંદે માતરમ્’”નું સામૂહિક ગાન કર્યું જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અંગે શપથ ગ્રહણ કરી સંકલ્પબધ્ધ થયા હતા.દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ‘વંદે માતરમ્’ ગીતે દેશની આઝાદી માટે ચેતના જગાવી હતી. આ રાષ્ટ્રગીતને ૧૫૦ વર્ષ થવાની ઉજવણીના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’નું મૂળ સ્વરૂપે સમૂહગાન કર્યું હતું, આ સાથે દેશહિતમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે શપથ પણ લીધા હતા.
આ સાથે જ વલસાડ જિલ્લા માહિતી કચેરી, વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો, મામલતદાર કચેરી, પ્રાંત કચેરીઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ ‘સ્વદેશી અપનાવો’ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સને ૧૮૭૫માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્ર ગીત ‘વંદે માતરમ્’ ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળ એકતાંતણે બંધાઇ હતી. જેના તા.૭મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ૧૫૦ વર્ષ પૂર્ણ થયેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથઈ રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે.




