SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
વઢવાણમા નાયબ મુખ્ય દંડકના વરદહસ્તે રૂ.40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત

તા.08/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નાયબ મુખ્ય દંડક તથા વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૩માં વઢવાણ ખોજાના કબ્રસ્તાનથી ગણપતિ મંદિર સુધીના રૂપિયા ૪૦ લાખના ખર્ચે ૭૦૦ મીટર લાંબા સીમેન્ટ કોંક્રીટ (સીસી) રોડના નિર્માણ કાર્યનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વઢવાણ વિસ્તારના નાગરિકોની લાંબા સમયથી રાહ જોવાતી માંગણીને પૂર્ણ કરવા આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ રોડથી સ્થાનિક રહેવાસીઓને આવન જાવનમાં સરળતા મળશે અને વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે આ કાર્ય સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ઈજનેરી વિભાગ દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.





