ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા સ્વાવલંબન યાત્રા યોજાશે.હાલોલ, કાલોલ અને જાંબુઘોડા ના વિધાર્થીઓ ભાગ લેશે.

તારીખ ૦૮/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્વારા 10 થી 15 નવેમ્બર 2025 દરમિયાન સમગ્ર ગુજરાતમાં સ્વાવલંબન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના 2500 જેટલા વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સેવકો ગુજરાતના 34 જિલ્લાઓ અને 17 મહાનગરોની સાથે 10000 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોનો સંપર્ક કરશે. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર યાત્રા યોજાશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની રાષ્ટ્રીય યોજનાના સંયોજક ડૉ. સંજય જોષીના જણાવ્યા અનુસાર હાલોલ, કાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં પણ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના 4 અધ્યાપકો અને 27 વિદ્યાર્થીઓની ટુકડી ભાગ લેશે. આ સ્વાવલંબન યાત્રામાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, હાલોલ અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કાલોલ તેમજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, જાંબુઘોડાના NSS સ્વયંસેવકો પણ જોડાશે.તારીખ 15 નવેમ્બર 2025 ના દિવસે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરિયાના હસ્તે આ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે.





