
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૮ નવેમ્બર : ભુજમાં આર. આર. લાલન કોલેજ ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના દોઢસો વર્ષની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આરંભે કોલેજના આચાર્ય ડૉ. સી. એસ. ઝાલા દ્વારા ધારાસભ્યશ્રીનું પુસ્તક વડે સ્વાગત કરાયું હતું. ધારાસભ્ય એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત ‘વંદે માતરમ’ ગીતના મહિમાને રજૂ કરી અને શિક્ષણક્ષેત્રે કઈ રીતે રાષ્ટ્ર ઉન્નતિ થઈ શકે તે અંગે પ્રેરકવચનો કહ્યા હતા. ત્યારબાદ ‘સ્વદેશી અપનાવો’ અંતર્ગત સમગ્ર કોલેજના સ્ટાફગણે શપથ ગ્રહણ કર્યા હતા. અંતમાં રાષ્ટ્રીયગીતના ગાન દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રા. મંજુલા મહેશ્વરીએ કર્યું હતું.





