હાલોલ રૂરલ પોલીસે કૂંપાડીયા ગામેથી 14 લાખનો વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 34.25 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧૧.૨૦૨૫
હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે હાલોલ તાલુકાના કુંપાડિયા ગામે મોટી જથ્થામાં વિદેશી દારૂ મંગાવી કટીંગ કરવાના સમયે જ પોલીસે છાપો મારી વિદેશી દારૂનો જથ્થો એક ટ્રક એક મહિન્દ્રા ડાલુ પિકપ એક સ્પેલેન્ડર બાઇક સહિટ 34.25 લાખ નો મુદામાલ ઝડપી પાડી છ ઇસમો તેમજ તપાસમાં જે નીકળે તેઓ સામે પ્રોફોબિશન નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જાણવા મળતી માહિતી મુજબ હાલોલ તાલુકાના કુંપાડિયા ગામે રહેતા ભરતભાઈ કનુભાઈ ગોહિલ તેમજ ભયલૂ કનુભાઈ ગોહિલ બન્ને રહે.કુંપાડિયા તા.હાલોલ નાઓ મોટી માત્રામાં અશોક લેલન્ડ ટ્રકમાં ભારતીય બનાવટનો વીદેશી દારૂનો જથ્થો મંગાવી તેનો વેપલો કરવાનું હોવા અંગેની હાલોલ રૂરલ પોલીસને પાક્કી બાતમી મળતા પોલીસે વહેલી સવારે છાપો મારતા વિદેશી દારૂ નું ટ્રકમાંથી પીકપ ડાલામાં તેમજ બાઇક દ્વારા કટીંગ થતું હોવાના સમયે જ પોલીસે પહોચતા દારૂનું હેરાફેરી કરનાર બુટલેગર સહિત લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અંધારાનો લાભ લઈ રેડ દરમ્યાન હાજર લોકો ભાગી છૂટવામા સફળ રહ્યા હતા પોલીસે ટ્રકમાં તેમજ મહિન્દ્રા પીકપ ડાલામાં તપાસ કરતા ભારતીય બનાવટનો વીદેશી દારૂ તેમજ બિયર ટીનની પેટીઓ મળી કુલ રૂ.14 લાખ નો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો,15 લાખ ની ટ્રક,5 લાખનું મહિન્દ્રા પિકપ ડાલુ,25000 ની બાઇક મળી કુલ 34.25 લાખનો મુદામાલ કબજે કરી ભરત કનુભાઈ ગોહિલ,ભયલૂ કનુભાઈ ગોહિલ, અશોક લેલન્ડ,મહિન્દ્રા પીકપ ડાલુ અને બાઇક ચાલક તેમજ માલ ભરીને મોકલનાર સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.








