લીમડાનું ઝાડ કેમ વેચવા ન દીધું જેવી નજીવી બાબતે ઝગડો કરતા વેજલપુર પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ.

તારીખ ૦૯/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રાયણીયા ગામે લીમડાનું ઝાડ કેમ વેચવા ન દીધું જેવી નજીવી બાબતે ઝગડો કરીને મારામારી કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કાલોલ તાલુકાના રાયણીયા ગામના અનિલભાઇ હેમંતભાઈ નાયક દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત મુજબ પોતાના પિતા અને સાહેદ હેમંતભાઈ આરોપી બળવંતભાઈ છેલાભાઈ નાયક ના ઘર નજીક પોતાના ખેતરમાં ઘાસ કાપતા હતા તે વખતે આરોપી બળવંતભાઈ છેલાભાઈ નાયક, જશીબેન બળવંતભાઈ નાયક, હરેશભાઈ બળવંતભાઈ નાયક સાહેદ હેમંતભાઈ ને સાથે અગાઉની અદાવત રાખી કહેતા હતા કે તે મને લીમડાનું ઝાડ કેમ ન વેચવા દીધું તેમ કહી માં-બેન સમાણી ગાળો બોલી આરોપી જશીબેન બળવંતભાઈ નાયક એ સાહેદ હેમંતભાઈને પકડી રાખી આરોપી બળવંતભાઈ છેલાભાઈ નાયક અને આરોપી હરેશભાઈ બળવંતભાઈ નાયક ના હાથમાં લાકડી લઈ આવી હેમંતભાઈને માથામાં મારી લાકડી અને બરડાના ભાગે મારી ઈજા કરી નીચે પડી જતાં હેમતભાઈ ફરીયાદી અનિલભાઇ નાયક સાથે વાતચીત કરતાં હતા તે વખતે આરોપી કાભઈભાઈ છેલાભાઈ નાયક તથા ભલાભાઈ છેલાભાઈ નાયક ગાળો બોલતા હાથમાં કુહાડી તથા લાકડી લઈ આવી હેમંતભાઈને મારવા જતાં ફરીયાદી અને સાહદો છોડાવવા વચ્ચે પડતાં આરોપી ભલાભાઈ છેલાભાઈ નાયક એકદમ ઉશ્કેરાઈ જઈ સાહેદ કૈલાશબેનને લાકડી કમરના ભાગે મારી તે વખતે આરોપી નં હરેશભાઈ બળવંતભાઈ નાયક એ કૈલાશબેનને જમણા હાથે કોણી નજીક બચકું ભરી ઇજા કરી આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જે અંગેની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.






