
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની આંગણવાડી કેન્દ્રો ની બહેનોએ સ્ટોલ ધ્વારા લોકોને માહિતગાર કર્યા – બિરસા મુંડા જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત
બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતિ ઉજવણી નિમિતે મેઘરજ ખાતે મેઘરજ ઘટક 1 ની આંગણવાડી કેન્દ્ર બહેનો ધ્વારા સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો જેમાં આંગણવાડી કેન્દ્રોમાં આપવાં આવતા વિવિધ લાભો સહિત જાગૃતિ અભિયાન થકી લોકોને આંગણવાડી કેન્દ્રો ધ્વારા મળતા વિવિધ લાભોની માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતિ ઉજવણી નિમિતે જનજાતીય ગૌરવ રથયાત્રા મેઘરજ પોહચી હતી જેમાં મંત્રી પી સી બરંડા ની અધ્યક્ષતા માં જનજાતીય ગૌરવ રથયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું મેઘરજ તાલુકાની આંગણવાડી કેન્દ્ર ની કાર્યકર બહેનો સહિત મેઘરજ ઘટક 1 અને ઘટક 2 ના CDPO અને સ્ટોલ તૈયાર કરનાર આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા





