GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના આદેશ મુજબ આક્રોશ રેલીનું આયોજન 

 

MORBI મોરબી ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ ના આદેશ મુજબ આક્રોશ રેલીનું આયોજન

 

 

 

 

 

 

મોરબી ભારતીય મજદૂર સંઘે વિવિધ પ્રશ્ને સરકાર સામે લડત ચલાવવાનું એલાન કર્યું છે. જેમાં આગામી 10 નવેમ્બરે અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં એક લાખ લોકો ઉમટી પડશે તેવો દાવો કરાયો છે. તેથી મજદૂરોના પ્રશ્નોને લઈને આ રેલીમાં મોરબી જિલ્લાના શ્રમિકોને પણ જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ભારતીય મજદૂર સંઘના મહામંત્રી પ્રણવભાઈ નલિનભાઈ ઠાકરે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી તા.10 નવેમ્બરના રોજ ભારતીય મજદૂર સંઘ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવશે. ભારતીય મજદૂર સંઘ 70 વર્ષથી શ્રમિકોના હક્કો માટે લડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જુદાજુદા વિભાગના શ્રમિકોને સ્પર્શતા પ્રશ્નો અને તેમના હક્કોને લઈને અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એક.લાખ લોકો સાથે જન આક્રોશ રેલી કાઢવામાં આવશે. તેમની સાથે જોડાયેલા અલગ અલગ યુનિયનો મુખ્ય પ્રશ્નો જેવા કે, પીએમ પોષણ યોજનામાં ખાનગીકરણ રોકવા, શ્રમ અને રોજગાર વિભાગના અસગાંઠિત નોંધાયેલા સંચાલક, મદદનીશ અને રસોયાને શ્રમિક કાયદાના લાભ આપવામાં આવે, આશાવર્કર બહેનોને 20 દિવસ વિઝીટના હોય એના બદલે 30 દિવસનું કામ કરાવી શોષણ કરાતું હોય તો તેમને હક્ક મુજબ 30 દિવસના પગારની ચુકવણી કરવા, જીએમડીસીના કર્મચારી પ્રેક્ટિકલી હક્ક હિસ્સા આપવામાં આવે, સાતમા પગારપંચની અમલવારી બાદ ડ્રાઇવર અને કંડકટર તેમજ અન્ય કર્મચારીઓને પગારમાં થયેલી વિસંગતતા દૂર કરવી, આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, બોર્ડ-નિગમના કર્મચારીઓને 25 લાખની ગેચ્યુટી આપવામાં આવે, ગુજરાત મેરી ટાઈમ બોર્ડના કર્મચારીઓને મેડિકલ ફેસિલિટી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે સહિતની અનેકવિધ માંગણી સાથે જન આક્રોશ રેલીનું આયોજન કરાયું હોય પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે શ્રમિકોને આ રેલીમાં ઉમટી પડવાની હાકલ કરી છે.

Back to top button
error: Content is protected !!