ધ્રાંગધ્રા નજીક પોલીસ અને હોમગાર્ડ પર બોલેરો જીપ ચડાવવાનો પ્રયાસ કર્યો

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ રોડ ઉપર પોલીસની ટીમ બેરીકેટ રાખી વાહનચેકીગ કરી રહી હતી એ દરમ્યાન પસાર થતા બોલેરો ચાલકને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ હોમગાર્ડ ઉપર ચડાવવાનો પ્રયાસ કરતા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર એસ. પી. પ્રેમસુખ ડેલુ દ્વારા વાહન ચેકીંગના આદેશ અપાયા બાદ ધ્રાંગધ્રા સીટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ. એમ.બી.વીડજા સહિતનો પોલીસ કાફલો કોંઢ રોડ ઉપર વ્રજ વિહાર સ્કૂલ પાસે બેરીકેટ રાખી વાહનચેકીંગ કરી રહયા હતા આ દરમ્યાન બોલેરો ગાડી લઇને નીકળેલ શખ્સને રોકવાનો પ્રયાસ કરતા એને ગાડી રોકવાના બદલે ચેકીંગ કરી રહેલ પોલીસ અને હોમગાર્ડ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તાત્કાલીક યુવકની ધરપકડ કરી પુછપરછ કરતા આ યુવક મુળી તાલુકાના મહાદેવગઢ ગામનો મેહુલ હિરાભાઇ ખરગીયા હોવાનું જણાવાયુ હતુ જેથી પોલીસે યુવકની ધરપકડ કરી પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક કામગીરી દરમિયાન પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન પર બોલેરો કાર ચાલકે કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં બંનેને ઈજાઓ પહોંચી હતી પોલીસે કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારી મહેન્દ્રસિંહ કરસનભાઈ સોલંકી અને હોમગાર્ડ જવાન રાજદીપસિંહ ઝાલા નરશીપરા વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા તે સમયે રોકડિયા સર્કલ તરફથી GJ 13 AX 1405 નંબરની એક બોલેરો કાર આવી હતી પોલીસ કર્મીઓએ કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પૂર ઝડપે વાહન બંને કર્મચારીઓ પર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રયાસમાં મહેન્દ્રસિંહ સોલંકી અને રાજદીપસિંહ ઝાલાને ઈજાઓ થઈ હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મૂળીના રહેવાસી મેહુલભાઈ હીરાભાઈ ખરગીયાને બોલેરો કાર સાથે ઝડપી પાડ્યો હતો ધ્રાંગધ્રા સિટી પોલીસે મેહુલભાઈ ખરગીયા વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




