CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલામાં સરકારી જમીન પર પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર ખનન ઝડપી રૂ.1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

2 જેસીબી અને 4 ટ્રેકટર ટ્રોલી સાથે મળીને કુલ રૂ.1,00,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો.

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

2 જેસીબી અને 4 ટ્રેકટર ટ્રોલી સાથે મળીને કુલ રૂ.1,00,10,000 નો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનીજ ખોદકામની પ્રવૃત્તિઓ પર આકસ્મિક દરોડો પાડી મોટી મોલડી ગામના સરકારી સર્વે નંબર ૨૮૨ વાળી જમીનમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી આ રેડ દરમિયાન સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે તાસ ખનિજનું ખોદકામ થતું હોવાનું માલૂમ પડ્યું હતું ટીમે સ્થળ પરથી ખોદકામમાં વપરાતા ૨ જેસીબી અને ૪ ટ્રેકટર ટ્રોલી સાથે મળીને કુલ ૧,૦૦,૧૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે દરોડો દરમિયાન જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે આ ગેરકાયદેસર ખનિજ ખોદકામની પ્રવૃત્તિ મોહનભાઈ ટી. ડાભી (માજી. જિલ્લા પંચાયત સદસ્ય, હાલ રહે, અમદાવાદ) તથા તેમના પુત્ર સંજયભાઈ મોહનભાઈ ડાભી (હાલ રહે, અમદાવાદ) દ્વારા ચલાવવામાં આવતી હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું છે નાયબ કલેકટરની ટીમ દ્વારા મોહનભાઈ ડાભી અને સંજયભાઈ ડાભી સામે “The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017” ના નિયમ ૨૧(૩) મુજબ વસૂલાત કરવા અંગેની નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત જપ્ત કરાયેલા વાહનોના માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ટ્રેકટરના માલિકોમાં ગોપાલભાઈ સોમાભાઈ ડાભી મોટી મોલડી, અમરશીભાઈ નાનજીભાઈ કુમારખાણીયા સૂર્ય રામપરા, નાથાભાઈ બિજલભાઈ મકવાણા રાજપરા, અને સોમાભાઈ રામજીભાઈ ડાભી મોટી મોલડીનો સમાવેશ થાય છે જેસીબીના માલિકો ગોપાલ સોમાભાઈ ડાભી મોટી મોલડી અને વિકાસભાઈ હમીરભાઈ કુમારખાણીયા સૂર્ય રામપરા છે આ તમામ વાહન માલિકો સામે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!