GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા દ્વારા ગામતળ હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીનો 2.5 કિ.મી.ના ડામર રોડનું કામ શરૂ

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નગરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ જ કડીમાં, ગામતળ હેન્ડલુમ રોડ પાસે આવેલ પાણીની ટાંકીથી દાડમીલ સુધીના અંદાજિત 2.5 કિલોમીટર લાંબા ડામર રોડની નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવી છે આ રોડના નિર્માણ માટે રૂ. 66 લાખનો અંદાજિત ખર્ચ થનાર છે આ કામગીરી આશરે 8 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે આ રોડના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને યાતાયાતની સરળતા મળશે વાહન વ્યવહાર સુગમ થશે અને વિસ્તારના વિકાસને વેગ મળશે.

Back to top button
error: Content is protected !!