ANANDANAND CITY / TALUKOGUJARAT

દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે*

દેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

તાહિર મેમણ- ડેડીયાપાડા- 10/11/2025 – ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આગામી તા. ૧૫ મી નવેમ્બરના રોજ દેડિયાપાડા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્ર્મ યોજાનાર છે. જેના ભાગરૂપે આજરોજ તા. ૧૦ નવેમ્બરે આંબેડકર હોલમાં આયોજન અમલવારી અંગે બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના આગોતરા આયોજન દરમિયાન વિવિધ સમિતિ દ્વારા કરવાની કામગીરી અને વ્યવસ્થા અંગે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી. જેમાં બેરીકેટીંગની વ્યવસ્થા, લોકોને બેસવાની વ્યવસ્થા, પીવાના પાણી, મંડપ, લાઇટ દેવ મોગરા મંદિર પરિસરમાં અને આસપાસની જગ્યાની સાફ-સફાઈની કામગીરી, ફાયર સેફ્ટી, આરોગ્ય વિભાગ દ્વારા થતી કામગીરી, વીજ પુરવઠો, પાર્કિગ સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં સંબંધિત અધિકારીને આપી હતી.

 

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળા, પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ, રાજપીપલા નાયબ વન સંરક્ષક અભયકુમાર, દેડિયાપાડા પ્રાંત અધિકારી જૂહી પાંડે, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક વાય.એસ.ચૌધરી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!