LCB પોલીસે વેજલપુર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.

તારીખ ૧૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર એન.એલ. દેસાઈ અને એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સૂચના કરેલ.જે સુચના મુજબ અલ્પેશભાઈ નારણભાઇ આ.પો.કો. એલ.સી.બી.ગોધરા ને બાતમીદારથી માહીતી મળેલ કે, વેજલપુર પોલીસ ઘરફોડ ચોરીના ગુનાના કામે નાસતો ફરતો ગોધરા હારૂન મસ્જીદ પાસેના સાતપુલ ખાતે રહેતો વોન્ટેડ આરોપી ઇરફાન અબ્દુલ મજીદ પાડવા ઉર્ફે વેજલીયો હાલમાં જુની રોઝી હોટલ પાસે ઉભેલો છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે જુની રોઝી હોટલ પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ કરતા બાતમી મુજબનો આરોપી મળી આવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.





