કમોસમી માવઠાથી ખેતીપાક પર વિપરિત અસર જોવા મળી.શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ.

તારીખ ૧૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાતમાં આવેલા કમોસમી વરસાદથી ખેતરોમાં શાકભાજી સહિત ઉભા પાકોનો નાશ થતાં ખેડૂતની સાથે સાથે નાગરિકોને પણ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે કાલોલ તાલુકા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં અનિયમિત વરસાદ વરસવાને કારણે શાકભાજીના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળ્યા હતા અને કમોસમી વરસાદ થવાથી ખેતરોમાં શાકભાજી બગડી જવાને કારણે નવું શાકભાજી ના ઉત્પાદનમાં હજુ વાર લાગે તેવી સ્થિતિ છે તેના કારણે શાકભાજીની કોઈ નવી આવક થતી નથી જેના કારણે માર્કેટમાં નવું શાકભાજી પહોંચી શકતું નથી અને નવુ ઉત્પાદન ન થવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અત્યારે ભાજી, ફ્લાવર,દુધી, રીંગણ ,આંબા મોર, લીલી હળદર જેવા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેના કારણે સામાન્ય માણસ શાકભાજી ખાવા અસમર્થ બન્યો છે અત્યારે શાકભાજી નું સ્થાન કઠોળ એ લીધું છે અને કરકસર કરી ઘરને ચલાવવું પડે છે કારમી મોંઘવારીમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા આમ આદમી અને ખાસ કરીને ગૃહિણીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે વહેલી તકે શાકભાજીના ભાવ નિયંત્રણમાં આવે તેવી આમ પ્રજાની માંગ છે.







