કાલોલ શહેર સ્થિત ઉત્તમનગર સોસાયટી પાસેની કાછિયા પટેલ ની વાડીમાં મેદસ્વિતા મુક્ત યોગ કેમ્પનો શુભારંભ કરાયો.

તારીખ ૧૧/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય કાલોલ શહેર ના મધ્ય આવેલ ઉત્તમનગર સોસાયટી પાસેની કાછિયા પટેલની વાડીમાં યોગ કેમ્પનું પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ વધતી મેદસ્વિતા સામે જાગૃતિ ફેલાવવો તેમજ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા વિકસાવવાનો છે.યોગ અભ્યાસમાં બ્રાહ્માકુમારીના વર્ષાદીદી કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, પાલિકાના કારોબારી અધ્યક્ષ જોશનાબેન બેલદાર,ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાન, નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, જીલ્લા કોર્ડીનેટર સોનલબેન પરીખ યોગ કોચ કાજલબેન જસવાણી અને શ્યામલભાઇ પરીખ સહિત સમગ્ર પાલિકાના કર્મચારીઓ અને કાછિયા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક કેમ્પમાં ભાગ લીધો અને “મેદસ્વિતા મુક્ત અંતર્ગત આરોગ્ય માટે યોગને જીવનશૈલીનો અવિભાજ્ય ભાગ બનાવવા સંકલ્પ લીધો હતો.યોગ અભિયાન ૧૦ ડિસેમ્બર સુધી સતત ચાલશે, જેમાં નિયમિત યોગ સત્રો, આરોગ્ય માર્ગદર્શન અને ફિટનેસ ચેક-અપ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.પ્રથમ દિવસે જ કેમ્પમાં મોટીસંખ્યામાં ઉત્સાહી ભાઈઓ અને બહેનોએ રજીસ્ટ્રેશન કરાવીને હાજરી આપી હતી. કાલોલ શહેર સહિત તાલુકાના નાગરિકોમાં મેદસ્વિતા સામે જાગૃતિ અને સ્વાસ્થ્ય પ્રત્યેની સભાનતા આ સંખ્યા પરથી સ્પષ્ટ થાય છે ત્યારે યોગકોચ તથા યોગ ટ્રેનરો દ્વારા આગામી એક મહિના દરમિયાન મેદસ્વિતાને દૂર કરવા માટેના વિશેષ યોગ અને પ્રાણાયામની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે. આ કેમ્પથી નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.








