BODELICHHOTA UDAIPURGUJARAT

ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ બિરસા મુંડાના સંઘર્ષ અને સેવાને ચિતર્યા

 ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, છોટાઉદેપુર દ્વારા જનજાગૃતિ અને રાષ્ટ્રીય આદરની ભાવના વિકસાવવા માટે આજ રોજ બિરસા મુંડાની ૧૫૦ની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સ્તરે ચિત્ર,નિબંધ તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બોડેલી તાલુકા માંથી આવેલ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ચિત્ર નિબંધ સ્પર્ધાનો વિષય:

“બિરસા મુંડા – આદિવાસી સમાજના ગૌરવ”

વિદ્યાર્થીઓએ પોતાના કલાત્મક પ્રયત્નો દ્વારા બિરસા મુંડા ના જીવન, સંઘર્ષ અને દેશસેવાને સુંદર રીતે ચિતર્યા.

વક્તૃત્વ સ્પર્ધાનો વિષય:

“જનજાતિ હિત માટે બિરસા મુંડાનું યોગદાન”

વિદ્યાર્થીઓએ ઉમળકાભેર વકૃત્વ આપતાં બિરસા મુંડાના સત્યાગ્રહ, વિરતા, વિચારધારા અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં તેમના યોગદાન વિશે પ્રેરણાદાયી રજૂઆત કરી.

જેમાં વકતૃત્વમાં પ્રથમ ક્રમાંક મેળવનાર બીએપીએસ શાળામાંથી પટેલ તક્ષ ભાવેશ દ્રિતીય નંબર મેળવનાર ખત્રી વિધાલયમાંથી ખત્રી આમેના મુ. હયાત જ્યારે તુર્તીય ક્રમાંક મેળવનાર નવજીવન હાઈસ્કૂલથી ભરવાડ ભાવિન ગોવિંદ

નિબંધ સ્પર્ધામાં પ્રથમ વિજેતા

ખત્રી વિધાલયથી ખત્રી આમેના નઈમ દ્રિતીય સફાયર સ્કૂલમાંથી પટેલ પ્રિન્સી જ્યારે તુર્તીય ક્રમાંક મેળવનાર બીએપીએસ શાળા નો વિદ્યાર્થી રાઠવા ધવલ

ચિત્ર સ્પર્ધામાં પ્રથમ વિજેતા કૂચબુધિયા ખુશાલ ,નવજીવન હાઈ સ્કુલ દ્રિતીય ખત્રી વિદ્યાલય કંજરીયા અલબક્ષ વસીમ જ્યારે તુર્તીય ક્રમાંક મેળવનાર શિરોલાવાલા હાઇસ્કુલથી બારીયા સોહિલ

કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થી સમાજમાં દેશભક્તિ, જનજાગૃતિ અને મહાન વિરોના કાર્યો પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો છે.

આ પ્રસંગને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ નિરીક્ષક કે. બી.પાંચાણી નેતૃત્વમાં થયો હતો શાળાના આચાર્ય યુ . વાય.ટપલા એ અન્ય સ્પર્ધકોને પ્રોત્સાહન આપતા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી

Back to top button
error: Content is protected !!