KALOL(Panchamahal)PANCHMAHAL
ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાના રમતોમાં સુખિયાપુરી પ્રાથમિક શાળાનું સુંદર પ્રદર્શન.

તારીખ ૧૨/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા લોકોમાં રમતો પ્રત્યે ઉત્સાહ અને પ્રોત્સાહન મળે તે હેતુથી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ખેલ મહાકુંભ ૩.૦માં સુખિયાપુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વયજૂથમાં સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોચશ્રી પંકજભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા કક્ષાની અંડર – ૧૪ની યોગાસન સ્પર્ધામાં ભૂમિબેન દિલિપસિંહ ચૌહાણનો તૃતીય ક્રમ આવ્યો હતો. ઉપરાંત,અંડર -૯ વયજૂથમાં જાનવીબેન મહેશભાઈ ચૌહાણનો ૩૦ મીટર દોડ તથા બ્રોડ જંપમાં ગોધરા તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું તથા ગામનું નામ ઉજ્જવળ કરવામાં આવ્યું છે.






