
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા : દાવલી હાઈસ્કુલમાં મોડાસા શી ટીમ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોડાસા મહીલા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભારતીય વિદ્યા મંદિર દાવલી હાઈસ્કુલની મુલાકાત લઈ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.જે.પ્રજાપતિ તથા એ.એસ.આઈ ક્રિષ્નાબા ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ ઈલાબેન અને મીનલબેન ભાવસાર દ્વારા શાળામાં વિધાર્થીઓને તેમજ સ્ટાફગણને હાલમાં બદલાયેલ કાયદાઓની કાયદાકીય સમજ આપી તેમજ પ્રવર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના સારા નરસાના ઉપયોગ સબંધે સમજ આપવામાં આવી તેમજ શાળામાં આવતી બાળકીઓને ગુડ ટચ બેડ ટચ બાબતે સમજ આપવામાં આવી .તેમજ સરકાર ના ડાયલ 112 તથા મહિલા અભયમ્ 181 તથા સાયબર ક્રાઈમ ડાયલ 1930 વિગેરે તેમજ ટ્રાફિકની બાબતે જાગૃતતા કેળવાય તે સબંધે વિગતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ બાળ તેમજ જન માનસ ઉપર પોલીસ પ્રજાના મિત્રતા નો ભાવ કેળવાય તે સબંધે જરૂરી કાર્યક્રમ કરવામાં આવ્યો. જાગૃતિ કાર્યક્રમના અંતે શાળા પરિવાર દ્વારા મોડાસા મહિલા પોલીસ સ્ટેશનના સૌ અધિકારી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.





