
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગ, પંચાયત હસ્તકના રોડનું રિસાર્ફેસીંગ કામગીરી પ્રગતિમા
અરવલ્લી જિલ્લાના માર્ગ મકાન વિભાગ, પંચાયત હસ્તકના રોડનું રિસાર્ફેસીંગ કામગીરી પ્રગતિમાં છે. જિલ્લાના બાયડ,માલપુર અને મોડાસા તાલુકાઓમાં વ્યાપક રીતે રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન વધુ સુરક્ષિત અને સરળ બનશે.પંચાયત વિભાગના અધિકારીઓ મુજબ, આ કામગીરી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનને ઠીક કરવા માટે શરૂ કરવામાં આવી છે. વરસાદને કારણે રસ્તાઓના અનેક ભાગોમાં ખાડાં પડ્યા હતા અને સપાટી નબળી પડી હતી, જેનાથી વાહનોની હિલચાલ અને અકસ્માતોનું જોખમ વધ્યું હતું. તાલુકા સ્તરે ચાલી રહેલી આ કામગીરીમાં તાલુકાના મુખ્ય ગ્રામીણ રસ્તાઓનું રિસાર્ફેસીંગ થઈ રહ્યું છે. વહીવટી અધિકારીઓ દ્વારા કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ વિલંબ ન થાય.અરવલ્લી જિલ્લા વહીવટી આ કાર્યકને ઝડપથી પૂર્ણ કરીને નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડશે.





