
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાજેતરમાં વરસેલાં કમોસમી વરસાદ બાદ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ તથા પુલના વિકાસના વિવિધ કાર્યો પુરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે.
જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બિટુમિન રોડના કામો, પુલના માળખાકીય તથા સમાપ્તી કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે, જેથી વરસાદ બાદ માર્ગવ્યવસ્થા વધુ સુગમ અને સુરક્ષિત બને.
આ સાથે જ વિભાગના ઈજનેરી સ્ટાફ દ્વારા સ્થળ પર સતત દેખરેખ સાથે ગુણવત્તાયુક્ત કામો કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા પુલના સુપરસ્ટ્રક્ચરનું સમાપ્તી અને પરાપેટ પેઈન્ટિંગ કાર્ય, મશીન વડે બિટુમિન પાથરી પેવર અને રોલરથી સમતલ માર્ગ નિર્માણ, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તમામ કાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તા ધોરણો મુજબ પૂર્ણ કરવા માટે ખાસ ધ્યાન જેવાં વિભાગના મહત્વના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા જિલ્લાના તમામ કાર્યને ઝડપથી અને કાર્યક્ષમતાથી પૂર્ણ કરવા માટે પુરજોશ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં હાથ ધરાયેલ આ કામગીરીઓથી ડાંગના ગ્રામ્ય જોડાણ સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા મળી રહી છે.
<span;>-




