સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં હવે પેથોલોજી રિપોર્ટ દર્દીનાં વોટસએપમા મોકલી અપાશે.

તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પ્રિન્ટેડ કાગળમાં વિવિધ રિપોર્ટના ખાલી ખાનામાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ દર્દીઓને આપવામાં આવતા હતા પરંતુ હવે અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિઃશુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અઘતન પેથોલોજી રિપોર્ટ તેમના સ્માર્ટ ફોનમાં વ્હોટ્સએપ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આગામી 10થી 15 દિવસમાં આપવાનું શરૂ કરી દેવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે દૈનિક 450થી વધુ ઓપોડી નોંધાતા દર્દીઓની ભીડ રહે છે અહી આવતા દર્દીઓને તબીબનું ક્નસલ્ટિંગ કરાવ્યા પછી બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યા બાદ અમુક કલાકો પછી તેનો પેથોલોજી રિપોર્ટ લેવા માટે બીજો ધક્કો ખાવો પડતો હતો પરંતુ હવે હોસ્પિટલના સીડીએમઓ અને પેથોલોજિસ્ટ વર્ગ-1 ડોકટર તેમજ દાતાના પ્રયાસોથી લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ (એલઆઈએસ)ની મદદથી સિવિલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓને તેમના દર્દીની મેડિકલહિસ્ટ્રી આંગળીના ટેરવે જાણી શકાશેે હાથથી લખેલા રિપોર્ટને બદલે ડિજિટલ પ્રિન્ટેડ રિપોર્ટમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે દર્દીઓને રિપોર્ટ લેવા માટે સ્પેશિયલ આવવું પડતું હતું તે ધક્કાથી તેમને મુક્તિ મળશે પોતાની પાસે સ્માર્ટ ફોનમાં લાંબો સમય સુધી રિપોર્ટ સાચવી શકશે અને ફરીથી બતાવવા આવે ત્યારે તે સમયે પણ આસાનીથી એક ક્લિકથી પોતાના મોબાઈલમાં ડોક્ટરને રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી બતાવી શકશે તબીબને સારવારમાં પણ સરળતા રહેશે હોસ્પિટલના સીડીએમઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા આ હોસ્પિટલને અંદાજે રૂ. 70,000થી વધુની કિંમતનું પ્રિન્ટર ફાળવવાનું છે તેની કાર્યવાહી પણ ચાલુ થઇ ગઇ છે આગામી સમયમાં પ્રયાસો કરાશે કે રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી જાણી શકે આ ઉપરાંત સારવાર કરવા માટે આવનાર દર્દીએ જે ડોક્ટરનું ક્નસલ્ટિંગ કરાવ્યું છે તે ડોક્ટરને પણ સીધો જ તેના મોબાઈલ ઉપર આ રિપોર્ટ આપી દેવામાં આવશે જેથી જે-તે તબીબને ઈન્ડોર કે આઉટડોર પેશન્ટની દવા ઝડપી કરવામાં વધુ સુઘડ બનશે.



