GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ “વિકસિત ગુજરાત ૨૦૪૭” અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી

 

WAKANER:વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ “વિકસિત ગુજરાત ૨૦૪૭” અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી

 

GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ૨૦૨૫/૨૬ “વિકસિત ગુજરાત ૨૦૪૭” અંતર્ગત સીઆરસી કક્ષાની ઉજવણી શ્રી અનુદાનિત નિવાસી પ્રા.શાળા ખાતે યોજવામાં આવેલ જેમાં કલા ઉત્સવ માં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન અને વાદન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં ભાગ લીધેલ તમામ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ સાથે સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ ભાગ લીધેલ બાળકોને પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિધાર્થીઓને જામસર સીઆર સી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ તેમજ તાલુકા શાળાના આચાર્યશ્રી સોલકી વિનોદભાઈ તેમજ આવેલ આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા રોકડ ઈનામ,બોલપેન અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.શિલ્ડ અને બોલપેન ના દાતાશ્રી મક્તાનપર પ્રા.શાળાના શિક્ષક શ્રી બાવરવા નરેન્દ્રભાઈ દ્વારા આપવામાં આવેલ.
સમગ્ર આયોજન અનુદાનિત નિવાસી પ્રા.શાળાના આચાર્ય શ્રી અદ્રોજા જિગ્નેશભાઈ અને શાળા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવામા આવી

Back to top button
error: Content is protected !!