MORBI:મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ રસ્તા, પાણીની પાઈપલાઈન અને ગટર સહિતના કામોનું કમિશ્નર સ્વપ્નિલ ખરેએ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું

MORBI:મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા રોડ રસ્તા, પાણીની પાઈપલાઈન અને ગટર સહિતના કામોનું કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેએ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું
મોરબીમાં ચાલી રહેલા કરોડોના ખર્ચના કામોની પ્રગતિ અને ગુણવત્તા બાબતે કમિશ્નરશ્રીએ સ્થળ તપાસ કરી જરૂરી સૂચનો કર્યા
મોરબીના વિકાસને વેગ આપી જન સુવિધા સાથે શહેરીજનોની સુખાકારી વધારવા માટે અંદાજીત રૂ. ૨૬ કરોડથી વધુના વિકાસકામો હાલ પ્રગતિ હેઠળ
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેએ ગત ૧૧ નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી અને કામગીરીનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું.
મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે નાની કેનાલ રોડ(આઇકોનિક રોડ), અંદાજીત રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે કેસર બાગ થી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત રૂ. ૫૮ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ, અંદાજીત રૂ.૧.૨૭ કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ, અંદાજીત રૂ. ૪૨ લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત રૂ. ૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ, અંદાજીત રૂ.૧૪ લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત રૂ. ૩૩ લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૨માં રોડ, અંદાજીત રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ અને અંદાજીત રૂ.૩૦ લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિર થી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના વિકાસ કામો હાલ પ્રગતિ હેઠળ છે. આ વિકાસકામો મોરબીના વિકાસને વેગ આપી જન સુવિધા સાથે શહેરીજનોની સુખાકારી વધારવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
આ તમામ કામોની પ્રગતિની સ્થિતિ, ગુણવત્તા સહિતની બાબતો ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેએ સ્થળ તપાસ કરી હતી અને કામોનું નિરીક્ષણ કરી યોગ્ય સૂચનો કર્યા હતા.









