કાલોલના સાલિયાવ ગામે ઈંટો લેવા આવનાર ઈસમોએ ભઠ્ઠા માલીક અને મહેતાજી ઉપર પાઈપો વડે હુમલો કર્યો.

તારીખ ૧૩/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હસીન અહેમદખાન જમીઉલ્લાખાન પઠાણ ઉ.વ.૩૯ ધંધો, ખાનગી નોકરી મૂળ રહે. કરસાણા તા.સહાવર જી. કાશગંજ (યુ.પી) હાલ રહે.સર્વોદય સોસાયટી કાલોલ તા, કાલોલ જી.પંચમહાલ દ્વારા નોંધાવેલ ફરીયાદની વિગત મુજબ તેઓ કાલોલ તાલુકાના સાલિયાવ ગામ ખાતે આવેલ એકબરઅલી અતાઉલ્લા પઠાણના ઇંટોના ભઠ્ઠા ઉપર છેલ્લા બે વર્ષથી નોકરી કરતા ફરીયાદી ગઈ તા.૦૯/૧૧/૨૦૨૫ ના બપોરના આશરે બેએક વાગ્યાની આસપાસ તેઓ તથા તેમના શેઠ અકબરઅલી પઠાણ તથા મહેતાજી ચાંદબાબુ નાઓ ઓફીસમાં જમવા બેઠેલ હતા. અને સમા પરવીન ચાંદબાબુ રોટલી બનાવતી અને તેમની બાજુમા તેમની છોકરી ઉમરા બેઠેલ હતી. તેવામાં મહેતાજીને નાકમાથી લોહી નિકળેલ હોય જે બાબતે તેમને પુછતા તેઓએ કહેલ કે, આપણા ઇંટોના ભઠ્ઠા ઉપરથી ઇટો લઈ જતા વેજલપુર ગામના સાજીદ સલીમ કઠીયા નાઓ સાડા બારેક વાગ્યાની આસપાસ તેમની ટ્રક ગાડી લઈને ઇંટો ભરવા આવેલ હતા અને તેઓની ગાડીમાં મજુરો મારફતે ટ્રકમાં બેસી ઇંટો ભરાવતા હતા તે વખતે આ સાજીદભાઇએ મને કહેલ કે, તમે મને સારી ઇંટો આપો હુ ગાડીમાં ટુકડા નહિ ભરાવુ તેમ કહેતા મે તેને કહેલ કે, તમને ઇટો ના ગમે તો મારે ઇંટો આપવી નથી તમે બીજા કોઈ ભઠ્ઠેથી લઈ લેજો એમ કહેતા તે તથા તેના મજુર વિનય નરેશભાઇ ગોસાઈ નાઓ બન્ને જણા ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો બોલતા બોલતા ટ્રકમાંથી નીચે ઉતરી સાજીદભાઈએ મહેતાજીને નાક ઉપર મુક્કો મારી દેતા નાકમાંથી લોહી નીકળી જતા તેઓ ઝડપથી ટ્રકમાં બેસવા જતા તેઓ પણ સ્લીપ ખાઈ જતા ટ્રકની લોખંડની એંગલ તેને માથામાં વાગી જતા તેઓ નીચે પડી ગયેલ તેને લોહી નિકળવા લાગતા તેણે તેના ફોનથી કોઇને ફોન કરી ભઠ્ઠા ની બહાર ઉભો રહેલ છે. તેવી વાત કરેલ હતી. જેના થોડા સમયબાદ એક વાન ભઠ્ઠા ઉપર આવેલ જે વાનમાથી લોખંડની પાઈપો સાથે સુફિયાન સલીમ કઠીયા તથા તારીફ અબ્દુલમુતલેબ કઠીયા તથા હબીબ અબ્દુલમુતલેબ કઠીયા ત્યા આવતા આ સાજીદભાઇએ તેમને કહેતા સુફીયાનઅલી કઠીયાએ તથા તારીફ અબ્દુલમુતલેબ કઠીયાએ નાઓ પાઈપો વડે ભઠ્ઠાના માલિક અકબરઅલી અતાઉલ્લાખાન પ ઠાણ તથા મહેતાજી ચાંદબાબુ તથા ફરિયાદીને જેમ ફાવે તેમ માર મારવા લાગેલ તેવામાં સાજીદભાઈ પણ ભઠ્ઠઠા ઉપર પડેલ લાકડી લઇ મહેતાજી ચાંદબાબુને જેમ ફાવે તેમ માર મારવા લાગેલ તેવમા મહેતાણી સમા પરવીન ચાંદબાબુ તથા તેની છોકરી ઉમરા નાઓ તેમને છોડાવવા વચ્ચે પડતા તેને પણ શરીરે ગડદા પાટુનો માર મારેલ તેવામા ભઠ્ઠા ઉપર ઇંટો પાડવાનુ કામ કરતી મામની તોતારામ જાટવ નાની પણ છોડાવવા વચ્ચે પડતા તેઓ ચારેય જણા મામુની તોતારામ જાદવને માર મારવા લાગેલ હતા. જેથી બધા બુમાબુમ કરતા હતા. ત્યારબાદ પાછળથી ફહાદ હનીફ કંઠીયા તથા આસીફ કઠીયા તથા સિરાજ ઇબ્રાહીમ કઠીયા નાઓ તેમની મોટર સાયકલ લઈને આવેલ હતા જે બધા કહેતા હતા કે, આ વખતે તો તમોને જવા દઈએ છીએ પણ ફરીથી તમો અમને મળશો તો જાનથી મારી નાખીશુ તેવી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલતા બોલતા કહેતા હતા કે, તમો અહીયાથી જતા રહેજો બાકી અહી તમને રહેવા દઈએ નહી અને ધંધો પણ કરવા દઈએ નહી. જો પોલીસમા ફરીયાદ કરશો તો તમને બધાને જોઇ લઇશુ અને ભઠ્ઠા માલીક અકબરભાઈને ઉઠાવી લઇ જવાની ધમકીઓ આપેલ અને તે દરમ્યાન બુમાબુમના કારણે ગામ નજીકના માણસો તથા બચકા ગામના સરપંચ મિતેષભાઇ તથા મલાવ ગામના સરપંચ જીગરભાઇ પટેલ એમ બધા આવી જતા તેઓ તમામ વાહનો લઇ સ્થળ ઉપરથી જતા રહેલ હતા. ઇજાગ્રસ્તોને ખાનગી તથા સરકારી ગાડીમા અલગ અલગ દવાખાને દવા સારવાર માટે ત્યા હાજર માણસો લઇ ગયેલ જેમા ફરિયાદી તથા સમા પરવીન તથા ઉંમરા તથા ચાંદબાબુને અલગ અલગ સરકારી એમ્બ્યુલન્સમા મલાવ સરકારી દવાખાને લઇ ગયેલ અને અકબરઅલી પઠાણ નાઓને કાલોલ સરકારી દવાખાને લઈ ગયેલ હતા જયા મલાવ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા દવા સારવાર કરેલ જેમા ચાંદબાબુ તથા મામનીને વધારે ઇજા થયેલ હોવાથી રીફર કરતા તેઓને વડોદરા ખાતે દાખલ કરેલ અને ફરિયાદીને દવા સારવાર કરી રજા આપેલ હતી. અને જાણવા મળેલ કે, અકબરઅલી પઠાણને પણ વધારે વાગવાથી તેઓને પણ વડોદરા ખાતે લઇ ગયેલ છે. જેમા અકબરઅલીને જમણા હાથમા ફેકચર તેમજ ચાંદબાબુને બન્ને હાથમા ફ્રેકચર તથા મામનીને કપાળના ભાગે ઇજાઓ થયેલ હોવાથી હાલ તેઓ દવા સારવાર હેઠળ દાખલ હોય જેથી હોસ્પિટલમાંથી દાખલ થયા અંગેના કાગળો આપતા સમગ્ર બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સાત લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.






