GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ

તા.13/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ, વણા રોડ પર ડામર પેચવર્ક કરાયું, તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે જિલ્લાના અનેક જાહેર માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું હતું વરસાદી પાણી ભરાવાને કારણે માર્ગો પર ખાડાઓ પડતાં વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી આ સૂચનાના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લામાં ચાલી રહેલી મરામત કામગીરીના ભાગરૂપે દુધરેજ વણા રોડ પર ભારે વરસાદના કારણે પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગો પર ડામર (એસ્ફાલ્ટ) પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે આ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામરનું પેચવર્ક થતાં હજારો વાહનચાલકોને પરિવહન માટે સુગમતા રહેશે.

Back to top button
error: Content is protected !!