નાના કેરાળા ગામે ખાણ ખનીજ વિભાગની ટીમ પર ડમ્પર ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બે ઈસમો ઝડપાયા

તા.13/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજમાફીયાઓ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને અપશબ્દો બોલીને ફરજ રૂકાવટ કરતા નજરે પડે છે ત્યારે લોકોની શુ હાલત થતી હશે નાના કેરાળાની સીમમાં ખનીજચોરી રોકવા ગયેલી ખનીજની ટીમ સાથે ઘર્ષણ કરી અપશબ્દો બોલીને ફરજ રૂકાવટ કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફીયાઓ ઉપર તવાઇ બોલાવાઇ રહી છે એમ છતાય ખનીજ માફીયાઓ બેફામ થતા જાય છે તેમજ કાયદાનો જાણે કોઇનો ડર જ ના હોય એવી રીતે ખુલ્લેઆમ અધિકારીઓને ધમકાવતા નજરે પડે છે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તર શાસ્ત્રી જીગ્નેશ વાઢેરના માર્ગદર્શન હેઠળ માઇન્સ સુપરવાઇઝર વિનયભાઇ ડોડીયા, ડ્રાઇવર યુવરાજસીહ, સીકયુરીટી કર્મી ગુલાબભાઇ બાલુભાઇ અને જયદીપસિંહ ખુમાનસીહ સહિતનાઓ નાના કેરાળાની સીમમાં ગેરકાયદેસર રેતીનું ખનન વહન થતુ હોવાથી રેડ કરી હતી ટીમને જોતાની સાથે જ નંબર પ્લેટ વગરનું ડમ્પર અને લોડર લઇને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્ટાફી ટીમે તુરત જ રોકી લેતા ગાડી આડી મુકી દીધી હતી ત્યારે વાલાભાઇ જીવાભાઇ ઝાંપડા અને અક્ષય મુકેશભાઇ બાંટીયા બંને ખનીજ માફીયાઓએ સ્ટાફને બેફામ અપશબ્દો બોલી ટુકારો દેવા લાગ્યા હતા અને ચાવી કઢાવી લેવાનો પ્રયાસ કરતા હતા બીજી તરફ ખનીજની ટીમે પોલીસને ફોન કરી દેતા પોલીસ તુરત જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી ખાણ ખનીજની ટીમે બંને વાહનો જપ્ત કરી બંને આરોપીઓની વઢવાણ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





