BHARUCHBHARUCH CITY / TALUKO

15 હજારમાં ધો-10, 12, ITIની નકલી માર્કશીટ-સર્ટિફિકેટ તૈયાર!: ભરૂચ SOGએ અંકેશ્વરમાં રેડ કરી દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો; એકની ધરપકડ, દિલ્હીનો મુખ્ય સુત્રધાર વોન્ટેડ

સમીર પટેલ, ભરૂચ

ડીગ્રી પણ હવે નકલી મળી શકે છે. ધો.૧૦ અને ૧રની તેમજ આઈ.ટી.આઈ.ની માર્કશીટ વગર અભ્યાસે માત્ર રૂપિયા ૧પ હજારમાં મળી જતી હોય તો શિક્ષણ મેળવવાની શું જરૂર.? આવુ જ એક કૌભાંડ એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડયું. જેમાં એક જ અઠવાડીયામાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું.

ભરૂચના અંકલેશ્વરમાં SOG પોલીસનું મોટું ઓપરેશન કર્યું, હેપ્પી કોમ્પલેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાંથી ઝડપાયું નકલી માર્કશીટ કૌભાંડ, પોલીસે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે

ડીગ્રી પણ હવે નકલી મળી શકે છે. ધો.૧૦ અને ૧રની તેમજ આઈ.ટી.આઈ.ની માર્કશીટ વગર અભ્યાસે માત્ર રૂપિયા ૧પ હજારમાં મળી જતી હોય તો શિક્ષણ મેળવવાની શું જરૂર. આવુ જ એક કૌભાંડ એસ.ઓ.જી.પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં એક જ અઠવાડીયામાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતું હોવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. જેથી નકલી કલાસીસોથી પણ હવે ચેતવું જરૂરી બની ગયું છે.

ભરૂચ જિલ્લામાં એસ.ઓ.જી પોલીસે મોટું ઓપરેશન ખુલ્લુ પાડયું

ભરૂચ જિલ્લામાં એસ.ઓ.જી પોલીસે મોટું ઓપરેશન ખુલ્લુ પાડયું છે. જેમાં અંકલેશ્વરના હેપ્પી કોમ્પલેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાંથી નકલી ધો.૧૦, ૧ર અને આઈટીઆઈની ડુપ્લીકેટ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. તેમજ ભરૂચ એસ.ઓ.જી.પોલીસે દરોડા પાડી નકલી માર્કશીટો કોમ્પ્યુટર મળી ૪પ હજારના મુદ્દામાલ સાથે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે.

૪પ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી

ભરૂચ એસ.ઓ.જી પોલીસે અંકલેશ્વરનાં એક કોમ્પલેક્ષમાં ચાલતા રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં દરોડા પાડી ધો.૧૦ અને ૧રની તથા આઈ.ટી.આઈ.ની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી નકલી માર્કશીટો સાથે કોમ્પ્યુટર મળી ૪પ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકના પી.આઈ. એ.વી. પાણમીયાને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હેપ્પી કોમ્પલેક્ષમાં ચાલી રહેલા રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસમાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવે છે જેવી બાતમીના આધારે પી.આઈ.એ પોતાની ટીમ સાથે રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસમાં દરોડા પાડતા ધો.૧૦ અને ૧રની તથા આઈ.ટી.આઈ.ની નકલી માર્કશીટો મળી આવતાં કલાસમાં હાજર ગાર્ડન સીટી, કોસમડી અંકલેશ્વરના રહીશ જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યો છે.

દિલ્હીના વ્યકિતને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળ પરથી મુદ્દામાલ ઝપ્ત

જયારે તેના સાથી મિત્ર જેના પુરા નામની ખબર નથી તેવા દિલ્હીના વ્યકિતને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળ ઉપરથી ડુપ્લીકેટ માર્કશીટ બનાવવાના ૧પ હજાર રૂપિયા લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી તથા ઓનલાઈન પેમેન્ટ ૭,પ૦૦માં કરાવી ડુપ્લીકેટ માર્કશીટ સર્ટીફીકેટ બનાવવામાં આવતું હોય તેવું કૌભાંડ ફલીત થતાં નકલી ડુપ્લીકેટ માર્કશીટો, એક કોમ્પ્યુટર સી.પી.યુ. સાથે એક કલર પ્રિન્ટર તથા એક મોબાઈલ મળી ૪પ હજારના મુદામાલ સાથે જયેશ કિશનલાલ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના એક અજાણ્યા ઈસમને વોંન્ટેડ જાહેર કરી પોલીસે કાર્યવાહી કરી છે.

Back to top button
error: Content is protected !!