GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “તમારી મૂડી, તમારા અધિકારો” વિષયક નાણાકીય જાગૃતિ કેમ્પ નું આયોજન, રાજકોટ જિલ્લાની તમામ બેન્કો દ્વારા ગ્રાહકોની ખરાઈ કરીને રૂ. ૧૩૯ કરોડની રકમ ગ્રાહકોને પરત અપાશે

તા.13/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot: લીડ બેંક, રાજકોટની આગેવાની હેઠળ “તમારી મૂડી, તમારા અધિકારો” વિષયક નાણાકીય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે તા. ૧૪ના રોજ સવારે ૧૦ વાગ્યે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાની તમામ બેન્ક, એલ.આઈ.સી. તથા વિવિધ નાણાકીય સંસ્થાઓ ભાગ લેશે અને તમામ બેન્ક દ્વારા ગ્રાહકોને શોધી તેમની ખરાઈ કરી રૂ. ૧૩૯ કરોડની રકમ ગ્રાહકોને પરત અપાશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને તેમની જૂની, નિષ્ક્રિય અથવા ભૂલાઈ ગયેલી થાપણો (Unclaimed Deposits) વિશે જાગૃત કરવા અને તે રકમ શોધવામાં સહાયરૂપ થવાનો છે. આ તકે મંત્રી શ્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદો શ્રી પુરષોતમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા અને શ્રી ગીતાબા જાડેજા ઉપસ્થિત રહેશે.

Back to top button
error: Content is protected !!