TANKARA:ટંકારા તાલુકાની લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળાનો અદાણી ગ્રુપ – મુદ્રા શૈક્ષણિક પ્રવાસ

TANKARA:ટંકારા તાલુકાની લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળાનો અદાણી ગ્રુપ – મુદ્રા શૈક્ષણિક પ્રવાસ
ટંકારા તાલુકાના લજાઈ ગામની શ્રી દેવદયા માધ્યમિક શાળા દ્વારા ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે અદાણી ગ્રુપ – મુદ્રાનો બે દિવસનો શૈક્ષણિક પ્રવાસ આયોજન કરવામાં આવ્યો હતો.
અદાણી ગ્રુપના ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલા આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટ, અદાણી વિલ્મર, અદાણી પાવર, અદાણી સોલર જેવી અગ્રણી કંપનીઓની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખિત ઉદ્યોગ સંબંધિત વિષયોનું પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું હતું તેમજ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ, ઉદ્યોગ વ્યવસ્થાપન અને ઊર્જા ક્ષેત્રની મૂલ્યવાન માહિતી મેળવી હતી.
પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ શાંતિવિહાર – મુદ્રા ખાતે સાંજે મંદિરની આરતીમાં ભાગ લીધો હતો, રાત્રિ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને વહેલી સવારે યોગ કાર્યક્રમ દ્વારા દિવસની શરૂઆત કરી હતી, જેનાથી પ્રવાસ વધુ યાદગાર અને પ્રેરણાદાયી બન્યો હતો.આ સમગ્ર પ્રવાસમાં શાળાના આચાર્ય શ્રી એન. આર. ભાડજા સાહેબ તથા શાળાના શિક્ષકમંડળ પણ વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.








