GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નવા પ્રમુખના આગમન બાદ વિકાસના કોઈ કામ નથી કર્યા તેવા તમામ આક્ષેપ અને ગપગોળા ખોટા છે.સાંસદ રાજપાલસિંહ જાદવ

 

તારીખ ૧૪/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલીકા દ્વારા ગાયત્રી મંદિર ખાતે બાગ મા આજ રોજ બપોરના ૧૨ કલાકે સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ની હાજરીમાં નવીન ભુગર્ભ યોજના ફેઝ 2, ગાર્ડન ડેવલપમેન્ટ સ્ટ્રોમ વોટર, એલઈડી લાઈન ના 11.03 કરોડના કામોનુ ખાતમુહુર્ત કરાયુ સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી વિકાસના કામો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ, તેમજ કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, કાલોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ  મહામંત્રી વીરેન્દ્રભાઇ પરમાર અને પ્રતિકભાઇ શાહ તથા નગરપાલિકાના કોર્પોરેટર શૈફાલીબેન ઉપાધ્યાય, અલકાબેન પારેખ, કેયાબેન શાહ, પારૂલબેન પંચાલ, યુવરાજસિંહ રાઠોડ, પ્રતીક ઉપાધ્યાય તથા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી કાલોલ નગરપાલીકા ઉપર આક્ષેપ કરી નવા પ્રમુખ ના આગમન બાદ વિકાસ ના કોઈ પણ પ્રકારના કામો થયા નથી તેવી વાતો ફેલાવવામાં આવી રહી છે જેના જવાબમાં ૧૮ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતુ કે નગરપાલીકા વિકાસના કોઈ કામ નથી કર્યા તેવા તમામ આક્ષેપ અને ગપગોળા ખોટા છે. પાલિકા દ્વારા સત્તત વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે અને તેનુ ઉદાહરણ હાલનું આ ખાતમુહુર્ત છે.

Back to top button
error: Content is protected !!