GUJARATKUTCHNAKHATRANA
ભુજ-લખપત માર્ગ પરનો નિર્માણાધિન મથલ પુલ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા – ૧૪ નવેમ્બર : કચ્છમાં ભુજ-લખપત માર્ગ પર બનાવવામાં આવી રહેલા મથલ પુલનું નિર્માણ કાર્ય અંતિમ ચરણમાં છે. ડિસેમ્બર -૨૦૨૫માં પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. અંદાજિત રૂ. ૧૮ કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ પુલ નાગરિકોને માતાના મઢ તથા સરહદી વિસ્તાર તરફ વધુ ઝડપી અને સુરક્ષિત મુસાફરીની સુવિધા પૂરી પાડશે. નવનિર્મિત પુલના કારણે વાહનવ્યવહાર વધુ સરળ બનશે, માર્ગ પરની ટ્રાફિક સમસ્યા હલ થશે અને વરસાદી ઋતુ દરમિયાન પણ અવર – જવર શક્ય બનશે. આ સાથે જ ઔદ્યોગિક તેમજ પર્યટનના વિકાસને પ્રોત્સાહન મળી રહેશે તેવું માર્ગ અને મકાન વિભાગ ભુજ કચ્છની અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.





