
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને દેડિયાપાડામાં ઢોલ-નગારા નાદ સાથે આવકાર કર્યા
તાહિર મેમણ- ડેડીયાપાડા- 14/11/2025 – નર્મદા જિલ્લામાં પ્રવાસે પધારેલા ગુજરાતના રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દેડિયાપાડા તાલુકાના સોલિયા ગામના આવી પહોંચતા ગામના લોકોએ ઢોલ-નગારા નાદ સાથે કંકુ તિલક કરી ફૂલહાર સાથે તેમજ સોલિયા શાળાના વિધાર્થીઓએ ફૂલોની વર્ષા કરી સ્વાગત કર્યું હતું.
આ વેળાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ભગવાન બિરસા મુંડા જન્મજયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સોલિયા, કંકાલા, સહિતના ગામોમાં લોકોને આમંત્રણ આપી પરિવાર સાથે વડાપ્રધાન કાર્યક્રમમાં સહભાગી થવા ખાસ અનુરોધ કર્યો હતો. સાથે શાળાના વિધાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. વિવિધ ગામોની મુલાકાત દરમિયાન કંકાલા ગામે આદિવાસી આદિવાસી પારંપારિક ભોજનમાં હુઅનાઅ માડાની લિજ્જત માણી હતી.
જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ વનમંત્રી અને માંગરોલના ધારાસભ્ય જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લાના અગ્રણી નીલ રાવ ડેડીયાપાડા જિલ્લા પંચાયત સભ્ય હિતેશ વસાવા સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.




