DAHODGUJARAT

દાહોદ જીલ્લાના અંતરિયાળ વિસ્તાર માં કેળકુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (દેવગઢ બારીયા) ખાતે મોબાઇલ ટીબી એક્ષરે વાન દ્વારા ટીબી ની તપાસ

તા. ૧૬૦૭૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ 

Dahod:દાહોદ જીલ્લાના અંતરિયાળ વિસ્તાર માં કેળકુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (દેવગઢ બારીયા) ખાતે મોબાઇલ ટીબી એક્ષરે વાન દ્વારા ટીબી ની તપાસ

“રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” દરમિયાન ટીબી વાન દ્વારા X-Ray પાડવામાં આવ્યા.દેવગઢ બારીયા તાલુકાના કેળકુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય તિલાવત , જિલ્લા ક્ષય અધિકારી ડો.પહાડીયા ,તાલુકા આરોગ્ય અધિકારી ડો. કલ્પેશ બારિયા ના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અભિયાન દરમિયાન X-Ray વાન દ્વારા જુદી-જુદી કેટેગરીના કુલ-107 લાભાર્થીના X-Ray પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન NCD Screening પણ કરવામાં આવ્યું અને કેળકુવા પી.એચ. સી ના સુપરવાઈઝર જગદીશ બારીયા દ્વારા લાભાર્થીને ટીબીના રોગના લક્ષણો તેમાં રાખવાની થતી કાળજી અને સમયસર નિદાન કરાવવા માટે સમજાવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને STS, STLS, PHC સ્ટાફ, CHO, MPHW, FHW, આશાબેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન

Back to top button
error: Content is protected !!