GODHARAGUJARATPANCHMAHAL

બિહારમાં NDAની જીત થતા ગોધરાના ગાંધી ચોક ખાતે ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી 

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી પંચમહાલ

 

આ જીત વિચારધારા અને વિકાસના રાજકારણની જીત છે: જિલ્લા ભાજપ પ્રમુખમયંક દેસાઈ

 

બિહાર વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં NDAને જીત મળતા તેના પડઘા ગોધરા શહેરમાં પણ જોવા મળ્યા હતા. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી. જેમાં જિલ્લા પંચાયત રેણુકાબેન ડાયરા સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆત ઉત્સાહભર્યા નારાઓ અને અભિનંદનની આપ-લે સાથે થઈ હતી. આ ઉજવણીમાં જિલ્લા તેમજ શહેરના વિવિધ હોદ્દેદારો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું હતું.

 

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “NDA ની આ જીત વિચારધારા તથા વિકાસના રાજકારણની જીત છે.” કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય અગ્રણીઓએ પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં જનસેવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી.

Back to top button
error: Content is protected !!