MORBI:મોરબીમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની ભવ્ય જીતની ઉષ્માભેર ઉજવણી

MORBI:મોરબીમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની ભવ્ય જીતની ઉષ્માભેર ઉજવણી
મોરબી: રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાતી બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને પ્રચંડ જનાદેશ મળ્યો છે. સુશાસન અને સુખાકારીને લઈને બિહારના મતદારોએ આપેલા આ સ્પષ્ટ જંગી બહુમતીના આદેશની ઉજવણી મોરબીમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરીયા દ્વારા આ ભવ્ય વિજયની ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.સનાળા ૬૬, ટંકારા, અને પડધરી મત વિસ્તારમાં રહેતા બિહાર અને ગુજરાતના લોકો સાથે મળીને અજયભાઈ ઝાલરીયાએ મિઠાઈ વિતરણ કર્યું હતું. આ સાથે, કાર્યકરો અને બિહારવાસીઓને ખેસ અને ટોપી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.અજયભાઈ ઝાલરીયાએ આ અવસરે બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “બિહારની જનતાએ ફરી એકવાર વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં રહેતા બિહારવાસીઓ પણ આ વિજયથી ખુશ છે, અને આ જનાદેશ સુશાસનનો પ્રતીક છે.”મોરબીમાં રહેતા બિહાર અને ગુજરાતના લોકોએ એકસાથે ભેગા થઈને ઐતિહાસિક ‘બિહાર જનાદેશ 2025’ ની ઉષ્માભેર ઉજવણી કરી અને આ વિજય બદલ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.








