RAJKOT:રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ:પતિનું પત્ની પર ફાયરિંગ. પતિએ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી

RAJKOT:રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ:પતિનું પત્ની પર ફાયરિંગ. પતિએ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી
રાજકોટમાં લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો છે. ગોળી વાગતા પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ છે, તો પતિનું મોત નિપજ્યું છે. મહિલાને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાના આક્ષેપાં આ ખૂની ખેલ ખેલાયો છે.
રાજકોટ-આડા સબંધોને કારણે પતિએ પત્નિને ગોળી મારી પોતે આત્મહત્યા કરી છે. નાગેશ્વર વિસ્તારના સમેત શિખર એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ઘટના બની. પતિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. તો ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળથી 5 જેટલા ફૂટેલા કાર્ટુસ કબ્જે કર્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
રાજકોટના જામનગર રોડ પર આવેલ નાગેશ્વર વિસ્તારમાં રહેતા અને ચોટીલા આપાગીગા ઓટલા ખાતે સેવક તરીકે કામ કરતા લાલજીભાઈ રમેશભાઈ પઢીયારએ આજે સવારના સમયે તેમના ઘરની સામે આવેલ સમેત શિખર બિલ્ડીંગના પટાંગણમાં પોતાની પત્ની તૃષા પઢીયારને ગોળી મારી દીધા બાદ પોતે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ તેમજ ડીસીપી ક્રાઇમ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ પરથી પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક લાલજીભાઈના ભત્રીજા વિશાલ ગોહિલ સાથે પત્ની તૃષા પઢીયારને પ્રેમ સબંધ હતો જેની જાણ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને પત્ની તૃષા ઘર છોડી સમેત શિખર બિલ્ડિંગમાં રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. દોઢ મહિનાથી લાલજીભાઈ મનાવતા હતા અને પરત ઘરે આવી જવા માટે કહેવામાં આવ્યું હતું આમ છતાં તૃષા ઘરે પરત ન આવતી હતી આજે સવારે રોષે ભરાયેલ લાલજીભાઈ પત્ની તૃષા યોગા કરી પરત આવતા પટાંગણમાં પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ફાયરિંગ કરી પત્નીને ગોળી મારી બાદમાં પોતે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે.








