GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે 14 નવેમ્બર બાળદિવસની ઉજવણી કરાઈ

તારીખ ૧૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ,કાલોલ ખાતે આજરોજ શાળામાં બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ઇન્ચાર્જ આચાર્ય એન. પી. પટેલ, શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસને “બાળદિવસ ” તરીકે ઉજવવામાં આવે છે. શાળામાં ધોરણ – ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાદવ મહેશ્વરી અને પરમાર રાહી તેમજ ધોરણ – ૮ની વિદ્યાર્થીની પઠાણ નિદા અને ધોરણ -૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખેર નિયતિ દ્વારા બાળ દિવસ નિમિતે પોતાનું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું . કાર્યક્રમના અંતમાં ધોરણ – ૫ ની વિદ્યાર્થીની વિદ્યાર્થીનીો દ્વારા બાળગીત પર ડાન્સની રજૂઆત કરવામાં આવી હતી.






