શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયા કાલોલમાં આવેલી સરકારી આઇ.ટી.આઈ ની મુલાકાત લીધી.

તારીખ ૧૫/૧૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત સરકારના શ્રમ કૌશલ વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયા નો પ્રવાસ રાજકોટના વીંછિયાથી શરૂ કરી દાહોદ પૂર્ણ થવા ના હોય આ રૂટ દરમિયાન વડોદરા થી ગોધરા જતા વચ્ચે કાલોલ માં આવેલી સરકારી આઇ ટી આઈ ની મુલાકાત લીધી હતી જેમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ જોડે મુલાકાત કરી અને તાલીમ બાબતેની ચર્ચાઓ કરી સ્ટાફ સાથે મીટીંગ કરી અને જરૂરી વિગતો મેળવી સૂચનો કર્યા હતા જ્યાં મંત્રી કુંવરજી બાવળીયાની મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાના સંસદ સભ્ય રાજપાલસિંહ યાદવ તેમજ કાલોલ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ,જિલ્લા નોડલ આચાર્ય ડી .જે.વર્મોરા સાથે નગરના તેમજ જિલ્લાના આગેવાનો પણ આ મુલાકાત દરમિયાન તેમની સાથે જોડાયા હતા મુલાકાત પૂર્ણ થયા બાદ મંત્રી કુંવરજી બાવળીયા તેમના આગળના કાર્યક્રમ અન્વયે ગોધરા જવાના રવાના થયા ગોધરા ખાતે તેમને જિલ્લા ગ્રામ વિકાસ તેમજ રોજગાર અને તાલીમના અધિકારીઓ સાથે મુલાકાત કરી સાંજે દાહોદ તરફ રવાના થયા હતા.






