ભરૂચમાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિવિધ વોર્ડમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત નગર સેવા સદનના વોર્ડ નંબર 3, 4, 5 અને 6 માટેનું સ્નેહમિલન જૂની મામલતદાર કચેરી નજીક આવેલા સંકટમોચન હનુમાન મંદિરના પટાંગણમાં યોજાયું હતું.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઉપરાંત, સ્થાનિક સ્તરે સ્વદેશી ઉત્પાદનોના વધુ ઉપયોગ અને પ્રોત્સાહન અંગે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને મળેલા ભવ્ય વિજયની ઉજવણી પણ કરવામાં આવી હતી.




