KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની સી.બી.ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ફાયર બ્રિગેડ ટીમ દ્વારા અગ્નિશામક સાધનો નો ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી.

 

તારીખ ૧૫/૧૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે આજરોજ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અગ્નિશામક સાધનોના ઉપયોગ વિશે અને આપત્તિ વ્યવસ્થાપન વિશે તાલીમ આપવામાં આવી હતી. શાળામાં ચાલતી એનએસએસ પ્રવૃત્તિ હેઠળ કાલોલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ ટીમ દ્વારા શાળામાં આજરોજ આગને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં ફાયર બ્રિગેડ ટીમ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓની સમજૂતી અને લાઈવ ડેમો આપવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડના કર્મચારીઓેએ આગ બુઝાવવા તથા આકસ્મિક પરિસ્થિતિને પોંહચી વળવા માટે વપરાતા વિવિધ સાધનોની વિસ્તારથી સમજૂતી આપી.એનએસએસ ના કન્વીનર પૂર્વીબેન પટેલ દ્વારા સંચાલન કરવામાં આવેલ હતું.બાળકોએ ખૂબ ઉત્સાહથી સમગ્ર તાલીમમાં ભાગ લીધો.

 

Back to top button
error: Content is protected !!