ANANDANAND CITY / TALUKO

આણંદમાં આવેલ પરિવાર પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયો

આણંદમાં આવેલ પરિવાર પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયો

તાહિર મેમણ – આણંદ – 15/11/2025 – કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલ પરિવાર પાર્ટી પ્લોટ ના સંચાલક શ્રી પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા, પરવાનગી રજૂ કરવા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

આ બાબતે અગાઉ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા પરિવાર પાર્ટી પ્લોટ ના સંચાલકને બાંધકામ વિકાસ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU ) અને ફાયર એન.ઓ.સી. રજૂ કરવા બાબતે નોટીસ પણ આપવામાં આવી હતી, પરંતુ પરિવાર પાર્ટી પ્લોટના સંચાલક યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

 

આમ, સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ જેમાં બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર એન.ઓ.સી. મેળવી ન હોવાનું કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું. આ ઉપરાંત પરિવાર પાર્ટી પ્લોટ ના સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગ કરવામાં આવતો હતો.

 

આ ઉપરાંત પરિવાર પાર્ટી પ્લોટ નો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એન.ઓ.સી. અત્યંત આવશ્યક હોય સક્ષમ સત્તાધિકારી પાસેથી ફાયર એન.ઓ.સી. મેળવી ન હોય આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા પરિવાર પાર્ટી પ્લોટ માં ભવિષ્યમાં કોઈના જાન માલને હાની ન પહોંચે તે હેતુસર તાત્કાલિક અસરથી આણંદમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલ પરિવાર પાર્ટી પ્લોટ ને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!