
રાજપીપલાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપલાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આદિવાસી સમુદાયના મહાન ક્રાંતિકારી, આધ્યાતિ્મક નેતા અને “ધરતી આબાએ” તરીકે જાણીતા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય અને યાદગાર કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલા, પ્રાધ્યાપકો, સ્ટાફ સભ્યો તેમજ ખબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ ઉજવણીમાં જોડાયા હતા.
કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. એમ. આર. ભોયેએ ભગવાન બિરસા મુંડાજી વિશે વિશદતાથી માહિતગાર કરતાં જણાવ્યું કે ૧૮૭૫માં ઝારખંડના ઉલીહાટ ગામમાં જન્મેલા બિરસામુંડા માત્ર એક યુવા ક્રાંતિકારી જ નહોતા, પરંતુ આધ્યાતિ્મક, સામાજિક અને રાજકીય નેતા તરીકે પણ પૂજનીય હતા. એમણે સમજાવ્યું કે અંગ્રેજો દ્વારા આદિવાસીઓની જમીન હડપ કરવાની નીતિ, બળજબરી કામદારોની વ્યવસ્થા, પરંપરાગત સંસ્કૃતિને નષ્ટ કરવાની કોશિશ અને સામાજિક શોષણ સામે બિરસા મુંડાએ “ઉલ્ગુલાન” (મહા વિદ્રોહ) નો પ્રારંભ કર્યો હતો. તેમણે આદિવાસી સમાજને એકતા, પરંપરા અને સ્વાભિમાન તરફ પાછું વાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ડૉ. ભોયેએ ઉમેર્યું કે બિરસા મુંડાનું યૌવન વયમાં જ નેતૃત્વ પ્રગટ થયું હતું. ઈશ્વર પરની અનોખી આસ્થા અને આધ્યાતિ્મક શકિ્તને કારણે તેમને ‘ભગવાન’ તરીકે માન આપવામાં આવતું હતું. તેમના સુધારક વિચારો જેમ કે મૂળવતન સંસ્કૃતિનું જતન, ધારિ્મક અને સામાજિક શુદ્ધતા, પરશ્રમની પરંપરા સમાનતા અને ન્યાયની સ્થાપના, આદિવાસી સમાજના વિકાસ માટે પ્રેરણારૂપ સાબિત થયા હતા.
વક્તાએ વિદ્યાર્થીઓને માહિતી આપી કે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં બિરસા મંડા એ પ્રથમ સંગઠિત આદિવાસી વિદ્રોહના નેતા હતા. અંગ્રેજો દ્વારા ૧૮૯૪ પછીની કઠોર જમીન નીતિઓને કારણે આંદોલન તેજ બન્યું અને ૧૮૯૯-૧૯૦૦ દરમિયાન છોટાનાગપુર વિસ્તારમાં બિરસા મુંડાની આગેવાનીમાં ઉગ્ર સંઘર્ષ થયો. આ સંઘર્ષને કારણે બિ્રટીશ સરકારે આદિવાસી હકોને સ્વીકાર્યા અને પછીથી છોટાનાગપુર ટેનેન્સી એક્ટ અત્યંત અગત્યના કાયદાઓ લાગુ કરવા પડ્યા, જે આજે પણ આદિવાસીઓને જમીન રક્ષા આપે છે.
આ અવસર પર પ્રાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહ માંગરોલાએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે ૧૫ નવેમ્બર થી ૨૨ નવેમ્બર દરમિયાન ભગવાન બિરસા મુંડાજીના જીવન અને કાર્ય પર આધારિત વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓ જેવીકે સ્લોગન લેખન સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, રંગોળી સ્પર્ધા, શેરી નાટક જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. પ્રાચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે આ પ્રવૃતિ્તઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, સંવેદનશીલતા, સામાજિક જવાબદારી અને અભિવ્યકિ્તની કુશળતાનો વિકાસ કરે છે. કાર્યક્રમનું સંચાલન અને સ’ આયોજન પ્રા. ડૉ. રાહુલ ઠક્કર દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક કર




